He Jag Janani He Jagdamba Lyrics in Gujarati – Gujarati Lyrics

He Jag Janani He Jagdamba Lyrics 

He Jag Janani He Jagdamba Lyrics (in Gujarati)

હે જગ જનની હે જગદંબા , માત ભવાની શરણે લેજે , ..(૨)
આદ્યશક્તિ માં આદિ અનાદી , અરજી મારી ઉરમાં ધરજે ,હે ..

કોઈના તીર નું નિશાન બનીને , દિલ મારું તું વીંધાવા દેજે ..હે..
ઘા સહી લઉં ઘા કરું નહી કોઈને , એવી અંબા શક્તિ દેજે ,. હે . .

હોઈ ભલે દુઃખ મેરુ સરીખા , રંજ એનો ના થાવા દેજે,.. હે..
રાજ સરીખું દુઃખ જોઈ બીજાનું , રોવાના બે આંસુ દેજે , હે…

આત્મા કોઈનો આનંદ પામેતો,ભલે સંતાપી લે મુજ આતમને હે
આનંદ એનો અખંડ રહેજો , કંટક દે મને એને પુષ્પો દેજે… હે..

ધૂપ બનું હું સુગંધ તું લેજે , રાખ બની મને ઉડી જાવા દેજે .હે.
બળું ભલે હું બાળ નહિ કોઈને , જીવન મારું સુગંધિત કરજે .હે..

અમૃત મળે કે ના મળે મુજને , આશિષ અમૃત તું તે દે જે…હે..
ઝેર જીવન ના પી હું જાણું , પચાવવા ની તું માં શક્તિ દેજે હે..

શક્તિ દે માં ભક્તિ દે માં , આ દુનીયા ના દુઃખ સહેવા દેજે હે..
હે જગ જનની હે જગ દંબા , માત ભવાની શરણે લેજે, ..(૨)

Published

Leave a comment

Your email address will not be published.